सोमवार, 30 नवंबर 2015

હું દરિયો નથી...

હું દરિયો નથી કે દરેક સારાઈ-નરસાઈને પોતાનામાં સમાવી શકુ
હું તે નદી પણ નથી કે જે પોતાનામાં નાંખવામાં આવેલી સારાઈ-નરસાઈને પોતાનાં વહેણમાં વહાવી પુનઃ પવિત્ર થઈ જાય
હું તો તે સરોવર છું કે જેનું શુદ્ધ પાણી કોઈ પણ સારાઈ-નરસાઈ પડતાં જ મલિન થઈ જાય છે અને આ મલિનતા કલાકો-દિવસો અને મહિનાઓ સુધી રહે છે.
મુજ સરોવરને પુનઃ પોતાનાં પાણીની શુદ્ધતા હાસલ કરવા માટે મારામાં નાંખવામાં આવેલી સારાઈ-નરસાઈમાંથી ઉત્પન્ન વમળનાં શાંત થવાની પ્રતીક્ષા કરવી પડે છે અને આ પ્રતીક્ષા તેના પૂર્ણ થવા સુધી મને પીડા આપે છે.
તેથી હું પોતાનાં તમામ મિત્રો, પરિજનો અને સ્નેહીજનો પાસે એટલી જ અપેક્ષા રાકુ છું કે મુજ સરોવરને પહેલા વહેતી નદી અને પછી દરિયો બનવા દો. પછી જેટલા ઇચ્છો, તેટલા દ્વંદ્વ નાંખજો. હું સરોવર પોતાની જાતને નદી અને તેના પછી દરિયો બનાવવાની દિશામાં અગ્રેસર થઈ ચુક્યો છું. તે માર્ગે ડગલુ માંડી ચુક્યો છું. નથી જાણતો, એક ડગલું પણ ચાલ્યો છું કે નહીં, પણ હું પ્રતીક્ષા કરી રહ્યો છું દરિયો બનવાની અને પ્રયત્નો પણ કદાચ ચાલુ છે. આપ સૌને પ્રાર્થના એટલી જ છે કે મારી પ્રતીક્ષા અને મારા પ્રયત્નોનાં સફળતાપૂર્વક પૂર્ણ થવાની આપ પણ પ્રાર્થના કરો.

-કાન્હા કહે

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें