शुक्रवार, 21 मार्च 2014

અડવાણી સાથે નથી ગાંધીનું નગર : અમદાવાદનો જ સહારો! Read more at: http://gujarati.oneindia.in/news/gujarat/gandhinagar-continually-denying-advani-since-last-three-elections-016801.html

ગાંધીનગર, 21 માર્ચ : ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી આખરે ગાંધીનગર મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે રાજી થઈ ગયા છે. તેઓ છઠી વખત ગાંધીનગર બેઠક ઉપરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે અને અત્યાર સુધી તેમને ક્યારેય હારનો સામનો કરવો પડ્યો નથી. ગાંધીનગર લોકસભા મતવિસ્તારે તેમને સતત વિજય જ અપાવ્યો છે અને કદાચ આ વખતે પણ તેઓ જીતી જ જશે. લાલકૃષ્ણ અડવાણી લોકસભા ચૂંટણી 2009માં ગાંધીનગર બેઠક ઉપરથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતાં, પરંતુ આ વખતે પરિસ્થિતિઓ ઘણી બદલાઈ ગઈ છે. દર વખતે ગાંધીનગર બેઠક ઉપરથી અડવાણીનું નામ નિર્વિવાદે નક્કી રહેતુ હતું, પરંતુ આ વખતે કહેવાય છે કે તેમને પોતાની બેઠક અંગે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. પહેલા તો અડવાણીએ ગાંધીનગરથી જ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી અને પછી તેમને કદાચ લાગ્યું કે નરેન્દ્ર મોદી વિરોધીઓ તેમને અહીંથી હરાવી દેશે, એટલે તેઓ ભોપાલ તરફ વળ્યાં. વધુ વાંચવા લિંક ઉપર ક્લિક કરો...

Read more at: http://gujarati.oneindia.in/news/gujarat/gandhinagar-continually-denying-advani-since-last-three-elections-016801.html